“The FOLDER Showcase” થી પ્રિન્ટ અને સોશિયલ મીડિયા સાથે જોડાઓ

ગ્રાહક કે વેપારીને પ્રોડક્ટ્સ કે સેવાની વિશિષ્ટ જાણકારી આપવા તથા માર્કેટીંગ વ્યવસ્થાના મહત્વના ભાગ રુપે  કેટલોગ કે ફોલ્ડર એ મહત્વનું સાધન છે ડેકોરેટીવ લેમિનેટ, વિનિયર, પ્રિ-લેમ પાર્ટીકલ બોર્ડ, એમડીએફ બોર્ડ, લુઅર્સ કે પેનલ જેવી ડેકોર આઈટમ, ડબ્લ્યુપીસી પ્રોડક્ટ્સ, ડોર્સ અને ફર્નિચર અંગેના, હજારો બ્રાન્ડ સાથેના ફોલ્ડર્સ બજારમાં જોવા મળતા હોય છે. સિલેક્શન, ક્રિએશન અને  સાથે ખર્ચાળ અને આકર્ષક ફોલ્ડર અસ્તિત્વમાં આવતા હોય છે. આ માહિતી લક્ષી ફોલ્ડર કે કેટલોગ ઉત્પાદક થી ડીલર્સ પાસે અને પછી ગ્રાહકને પ્રોડ્કટની ડિઝાઇન પસંદગી માટે પહોંચતા હોય છે. આ પ્રક્રિયાને પણ પ્રચાર-પ્રસારના એક અંગ તરીકે ગણાય. ફોલ્ડર કે કેટલોગને પ્રિન્ટ મીડીયા તથા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મુંકવાના પ્રયાસરુપે અને લાકડા ઉદ્યોગ દર્શનમાં “The FOLDER Showcase” નામે એક વિભાગ શરુ કરવા જઈ રહ્યા છીએ જેમાં કંપનીના ફોલ્ડરના કવરપેજ (મુખપૃષ્ઠ), અંદરના પસંદગીના આવશ્યક ફોટોઝ તથા જરુરી-સંકલિત માહિતી બે પેજમાં પ્રકાશિત કરવામાં આવશે તથા તેને ફેશબુક, વ્હોટ્સએપ અથવા ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના અમારા એકાઉન્ટ દ્વારા મુકવામાં આવશે.

આશા છે કે આ આકર્ષક ઉપયોગી અને નવતર પ્રયોગને આવકારી, આપની પ્રોડક્ટ્સ કે ફોલ્ડરને પ્રચાર-પ્રસારના ઉપયોગી પ્લેટફોર્મ મુકવાના અમારા પ્રયાસને સહકાર આપશો. તંત્રી : લાકડા ઉદ્યોગ દર્શન