Connect with us

74,000 મુલાકાતીઓએ ‘ઈન્ટરઝુમ’ વ્યાપાર મેળાની મુલાકાત લીધી

Woodworking Events

74,000 મુલાકાતીઓએ ‘ઈન્ટરઝુમ’ વ્યાપાર મેળાની મુલાકાત લીધી

ચાલુ વર્ષના આંકડા ઉપર નજર નાખતા જાણવા મળે છે કે ઈન્ટરઝુમે તેની સફળતાની સ્ટોરી બરકરાર રાખી છે. હા, વર્ષ 2015થી લઈને આજ સુધી સદર વ્યાપાર મેળામાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2015થી લઈને વર્ષ 2019 સુધીના સમયગાળામાં 28% કરતા પણ વધારે મુલાકાતીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

ચાલુ વર્ષે આ વ્યાપાર મેળાનું વાતાવરણ અત્યંત અદ્ભુત જોવા મળ્યું હતું. આ વ્યાપારમેળામાં ભાગ લેવા માટે આખા વિશ્વમાંથી અનેક પ્રદર્શનકર્તાઓ અને મુલાકાતીઓ આવ્યા હતા. તેઓ આ ભવ્ય મેળાના ઉત્કૃષ્ટ આયોજનને લઈને સંતુષ્ટ જણાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આખામાં ઈન્ટરઝુમ વ્યાપાર મેળો પ્રથમ નંબરે આવતો વ્યાપાર મેળો છે. વિશ્વ આખામાં યોજાતા તમામ વ્યાપાર મેળામાં ઈન્ટરઝુમ અગ્રણી સ્થાન ધરાવે છે. અત્રે ‘ઈન્ટરઝુમ’માં ભાગ લેનાર કંપનીઓએ ઈન્ટરઝુમ શ્રેષ્ઠ હોવાની બાબતને બહાલી આપી હતી.

આ વ્યાપારમેળામાં જર્મનીમાંથી મુલાકાતીઓ આવ્યા હતા તે ઉપરાંત યુરોપીય દેશ જેવા કે ઈટલી, ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ્સ અને યુ.કે.માંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ હાજર રહ્યાં હતા.

એશિયામાંથી આવનાર મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી. ચાઈનામાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ વ્યાપાર મેળાની મુલાકાતે આવ્યા હતા.

પ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે સદર વ્યાપાર મેળાના માધ્યમ થકી તેઓએ સારો એવો બિઝનેસ કર્યો હતો. તેમણે અનેક નવા સંપર્કો પણ આ વ્યાપાર મેળાના પ્લેટફોર્મ થકી વિકસાવ્યા હતા. આ વ્યાપાર મેળામાં ચાલુ વર્ષે 152 દેશોમાંથી 74,000 જેટલા મુલાકાતીઓ આવ્યા હતા.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Woodworking Events

To Top