Connect with us

પ્લાય-પેનલ, લેમિનેટ કંપનીઓ માટે નવો પરંતુ આવકારદાયક પ્રયોગઃ “વર્ચ્યુઅલ મીટીંગ “

Special Feature

પ્લાય-પેનલ, લેમિનેટ કંપનીઓ માટે નવો પરંતુ આવકારદાયક પ્રયોગઃ “વર્ચ્યુઅલ મીટીંગ “

પ્લાય-પેનલ કે લેમિનેટ કંપનીઓ અવારનવાર મીટીંગ, કૉંફરંસ, ડીલરસમીટ કે પ્રોડક્ટ લૉન્ચિંગ માટે આમંત્રિતોની રુબરુ હાજરીમાં કોઈ ચોક્કસ સ્થળ અને સમયે ઇવેન્ટ (કાર્યક્રમ)નું આયોજન કરતા હોય છે જે માટે આમંત્રણથી માંડી અનેક પ્રકારનું આયોજન કરવું પડતું હોય છે પરંતુ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં આવું આયોજન ન થઈ શકવાથી “વર્ચ્યુઅલ મીટિંગ” તરફ કંપનીઓનું ધ્યાન ગયું છે, કેટલીક કમ્પનીઓએ તેનો આશરો પણ લીધો છે.

કેટલાક માટે “વર્ચ્યુઅલ” શબ્દ નવો અથવા અજાણ હશે પરંતુ લોકડાઉનની પરિસ્થિતિએ ઘણાંને  પોતાની તરફ આકર્ષ્યા છે. આવી સ્થિતિમાં  લોકોની ઉપસ્થિતિ  વિના ડીલર્સમીટ, કોંફરંસ ઇવેન્ટ કે મીટીંગ થઈ ન શકવાથી ખર્ચ અને સમયની બચત કરાવતો આ ”વર્ચ્યઅલ મીટીંગ” નો પ્રયોગ આવકારદાયક સાબિત થયો છે તેથી અહીં તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ.

કોરોનવાઈરસને  કારણે  દેશભરમાં વ્યાપાર-ઉદ્યોગોને ઘણું નુકશાન થયું થયું, ત્રણ સપ્તાહનો લોકડાઉન જાહેર થયો જેથી અનેક કંપનીઓની મીંટીંગો, પ્રચાર-પ્રસાર, પ્રોડક્ટ કે ફોલ્ડર લોન્ચિંગ અને ડીલર્સમીટના કાર્યક્રમો બંધ રહ્યા। આ પરિસ્થિતીથી બચવા કેટલીક કમ્પનીઓએ વર્ચ્યુઅલ મીટીંગ યોજવાનું નક્કી કર્યું.  

રુબરુ એકબીજાને, એક સ્થળે મળ્યા વિના સ્ક્રીન પર ફેઈસ ટૂ ફેઈસ મળીને, વાર્તાલાપ કે ચર્ચા યોજીને, માહિતીનું આદાનપ્રદાન કરીને પોતાના હેતુ અને  આયોજનને સફળતા અપાવવા વર્ચ્યુઅલ મીટીંગ એક ઉત્તમ અને આશ્ચર્યજનક પરિણામ આપતો અસરકારક અને ઓછો ખર્ચાળ પ્રયાસ સાબિત થયો છે. આ એક પરિવર્તનશીલ પ્રયાસ છે, અત્રે તેની કેટલીક બાબતો ઉપસ્થિત છે.

–              વર્ચ્યુઅલ મીટીંગ માટે કોઈ  અદ્યતન ટેક્નોલોજીના સાધનો કે ઉપકરણની જરુર પડતી નથી. મોબાઇલફોન, લેપટોપ અને કેટલાક સામાન્ય ટૂલ્સ કે સોફ્ટવેરની મદદથી આ કામ કરી શકાય છે.

–              મીટીંગ કે કાર્યક્રમમાં ભાગ લેનારની સંખ્યા પર કોઈ નિયઁત્રણ નથી.

–              કોઈપણ જાતના ખર્ચ વિના આ મીટીંગ કે કાર્યક્રમ રદ કરી શકાય છે.

–              પ્લાય-પેનલ, લેમિનેટ કે વુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અન્ય કમ્પનીઓ માટે વર્ચ્યુઅલ મીટીંગ એક આવકારદાયક, સમય અને પૈસાનો બચત કરનાર અને પરિવર્તનશીલ પ્રયાસ છે. નોંધ :     જો આપે આપે વર્ચ્યઅલ મિટિંગની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હોય તો આપનો અનુભવ અને તેની માહિતી અમારા Email-ID editor@leepee.in પર મોકલી આપશો જેથી “લાકડા ઉદ્યોગ દર્શન”ના વાચકો પણ તેનો લાભ મેળવી શકે.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Special Feature

To Top