Lakda Udyog Darshan – Latest news updates from Wood, Ply and Panel Industries

Product Launch

સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્સે વિરોકિલ ટેકનોલોજી ધરાવતા પ્લાયવુડ અને લેમિનેટ ઉત્પાદનો લોન્ચ કર્યા

સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્સે તેના પ્લાયવુડ અને લેમિનેટ ઉત્પાદનમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. આ નેનોપાર્ટિકલ્સ તેની સાથે સંપર્કમાં આવતા વાયરસને મારી નાખે છે. બાયોટેક ટેસ્ટિંગ સર્વિસિસ (બીટીએસ) મુંબઈ દ્વારા આઇએસઓ 21702: 2019 આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ એન્ટિવાયરલ ઇફેકેસી ટેસ્ટ હેઠળ આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ વાયરસને મારવામાં 99.99% ની કાર્યક્ષમતા જાહેર કરે છે. નેનોપાર્ટિકલ્સ ફર્નિચરના જીવનકાળ દરમિયાન અસરકારક છે કારણ કે તે પોલિમર મેટ્રિક્સ સિસ્ટમમાં જડિત છે.

હાલમાં સેન્ચ્યુરીપ્લાય વિરોકિલ ટેકનોલોજીનો ઉપયોગ આર્કિટેક્ટ પ્લાય, આર્કિટેક્ટ પ્લસ, ક્લબ પ્રાઇમ / 710 પ્લસ, બોન્ડ 710 / પ્રો 710, વિન એમઆર, આઈએસ: 710 મરીન પ્લાયવુડ રેન્જ માટે તેમજ ક્લબ પ્રાઇમ અને બોન્ડ 710 બ્લોક બોર્ડ માટે અને સેન્ચ્યુરી લેમિનેટ (1 મીમી) તથા નેચરલ વિનીઅર અને ટીક આખી રેન્જ માટે આ ટેકનોલોજી નો ઉપયોગ કરી રહી છે.

Most Popular

To Top