Connect with us

માલચંદ એન્ડ સન્સ ગ્રુપ – નજર આસમાન પે, પાઁવ જમીન પે…

Ply Market

માલચંદ એન્ડ સન્સ ગ્રુપ – નજર આસમાન પે, પાઁવ જમીન પે…

સફળતાના શિખરો સર કરતા કોઈપણ સાહસવીરની નજર આસમાન પર હોય અને તેના પગ જમીન પર હોય તો એક દીર્ઘકાલીન સિદ્ધિ અને સફળતાનો સ્વામિ બને છે. આવી જ સફળતાની યાત્રાએ, પ્લાય, પેનલ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધતા પરિવારની કથા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા ઉત્સુક નવી પેઢી માટે દૃષ્ટાંતરૂપ છે. ત્રણ પેઢીથી પ્લાય-પેનલ વ્યવસાય-ઉદ્યોગ ક્ષેત્રે સફળતાથી સીડીઓ ચઢતું સુરત સ્થિત માલંચદ એન્ડ સન્સ ગ્રુપ 46 વર્ષથી પોતાની આગવી, પ્રભાવી ઓળખાણ સાથે અડીખમ ઉભું છે.

સ્વ. માલચંદભાઈ સતનાલીવાલા (અગ્રવાલ) જેઓ કલકત્તામાં કાપડનો વ્યવસાય કરતા હતા, જેઓને કાપડના વ્યવસાય અર્થે અવાર નવાર સુરતમાં આવવાનું થતું. મિત્રોની સલાહ અને પોતાની ઈચ્છા પણ હોવાથી તેમણે ધંધાર્થે ગુજરાતમાં સ્થાયી થવાનો નિર્ણ૟ લીધો. તે સમયે પ્લાયવુડનું બજાર પણ સારું હતું. તેમણે 1968માં ગુજરાત આવી પોતાનો જૂનો વ્યવસાય ચાલુ રાખ્યો અને 1972માં પ્લાયવુડ ટ્રેડીંગનો વ્યવસાય શરૂ કર્યો. સત્તરેક વર્ષ પ્લાયવુડ ટ્રેડીંગનું કામ કર્યું, જેમાં સારી સફળતા મળતા 1989માં પ્લાયવુડ ઉત્પાદનનો પહેલો પ્લાન્ટ સુરત પાસે કિમમાં શરૂ કર્યો. તેમના બે પુત્ર ઓમપ્રકાશભાઈ તથા આનંદભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયા તેમની અથાક મહેનત, ધંધાકીય સૂઝ અને વેપારની નાડ પારખવાની શક્તિથી આ પ્લાન્ટ પણ સારો ચાલ્યો. આ પ્લાન્ટમાં વિવિધ પ્રકારનું પ્લાયવુડ, ફ્લશ ડોર્સ વિગેરે બનતા જેની ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં સારી માંગ રહેવા લાગી. માંગને પહોંચી વળવા કંપનીએ પ્લાયવુડનો બીજો પ્લાન્ટ 2004માં કિમમાં જ શરૂ કર્યો જેમાં શટરીંગ પ્લાયવુડનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવ્યું. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ આ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યો જેમાં 12 એમ.એમ. જાડાઈની 34 કિ.ગ્રા. થી વધુ વજનની શટરીંગ પ્લાયની શીટો બનવા લાગી. 8×4 ફૂટની સાઈઝમાં 12 તથા 18 એમ.એમ. જાડાઈમાં શટરીંગ પ્લાયવુડ બનાવવામાં આ કંપનીએ સફળ ઉત્પાદનકર્તા તરીકે બજારમાં નામના મેળવી. દેશમાં કન્સ્ટ્રક્શનમાં આ પ્રકારનું પ્લાયવુડનું બજાર ઝડપથી વધતું હતું અને દેશની અગ્રગણ્ય કંપનીઓએ સ્ટીલની પ્લેટોની જગ્યાએ તેનો ઉપયોગ કરવા માંડ્યો, જેનો લાભ પણ આ કંપનીને્ મળ્યો.

માલચંદ એન્ડ સન્સ ગ્રુપ દ્વારા ત્રીજું યુનિટ પાર્ટીકલ બોર્ડ મેન્યુફેક્ચરીંગનું 2006માં શરૂ કરવામાં આવ્યું. વિશાળ જગ્યામાં અદ્યતન મશીનરીથી સજ્જ આ ઉત્પાદક યુનિટ રોજની 450 ઘનમીટર બગાસ આધારિત પ્લેઈન અને પ્રિ-લેમ પાર્ટીકલ બોર્ડ શીટો બનાવવાની ક્ષમતા ધરાવે છે.

2009માં માલચંદ એન્ડ સન્સ ગ્રુપમાં ઔદ્યોગિક સાહસમાં સ્વ. માલચંદભાઈના બે સુપુત્ર ઓમપ્રકાશભાઈના પુત્ર અમિતભાઈ તથા આનંદભાઈના પુત્ર અનુપભાઈ પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી જોડાયા. શ્રી ઓમપ્રકાશભાઈ તથા આનંદભાઈના માર્ગદર્શન હેઠળ બંને યુવાન ભાઈઓ કંપનીને સફળ સંચાલકબળ પુરું પાડી રહ્યા છે. જેઓની મુલાકાત અત્રે પ્રસ્તુત છે.

અમીતભાઈ, તમે મને તમારા કઝીન અનૂપભાઈ બંને આ વ્યવસાયમાં ક્યારથી જોડાયા ? આપના અભ્યાસ અને ઉંમર બાબતે જણાવશો ?

હું 2002 થી આ વ્યવસાયમાં જોડાયેલો છું જ્યારે અનૂપભાઈ 2009થી જોડાયેલા છે. મારી ઉંમર હાલ 40 વર્ષ છે અને અભ્યાસ MBA (ફાયનાન્સ) છે જ્યારે અનૂપની ઉંમર 31 વર્ષ અને અભ્યાસમાં MBA (માર્કેટીંગ) કરેલ છે. હાલમાં અમારી એટલે કે આ ત્રીજી પેઢી માલચંદ એન્ડ સન્સ ગ્રુપ સાથે સંકળાયેલ છે. દાદા શ્રી માલચંદભાઈના અવસાન બાદ મારા પિતાશ્રી ઓમપ્રકાશ અગ્રવાલ (71 વર્ષ) અને કાકાશ્રી આનંદકુમાર અગ્રવાલ (અનૂપના પિતાશ્રી)ના માર્ગદર્શન હેઠળ અમે બંને ભાઈઓ માલચંદ એન્ડ સન્સ ગ્રુપના સંચાલનમાં સહભાગી બનીએ છીએ.

આ ત્રણ પેઢીના અંતર વચ્ચે, પ્લાય-પેનલ ઉદ્યોગ અથવા વ્યવસાયમાં શું ફર્ક અથવા અંતર જણાય છે ?

સમય પરિવર્તિત હોય છે એટલે ફર્ક તો રહેવાનો જ. દાદાજીએ સંઘર્ષ કરી આ વ્યવસાયનો પાયો નાંખ્યો. ધંધા-ઉદ્યોગને દિશા અને ધ્યેય અથવા ગોલ આપ્યા. પિતાજી અને કાકાશ્રીએ એ રાહ પર પરિશ્રમ અને સૂઝબૂઝથી તેને આગળ વધાર્યો. એ બંનેના સમયમાં પણ ધંધાની જરૂરિયાતો જુદી હતી પરંતુ ધ્યેય અને દિશા એક જ હોવાથી તે બંને પેઢીમાં પણ અણે આગળ વધ્યા. અમારા એટલે ત્રીજી પેઢીના સમયગાળામાં પણ ઘણાં પરિવર્તનો જોવા મળી રહ્યા છે. અમે આ સંજોગો અને જરૂરિયાતો મુજબ નિર્ણય લઈએ છીએ તેમાં બીજી પેઢીના એટલે કે પિતાશ્રી અને કાકાશ્રીના અનુભવ અને માર્ગદર્શનનો લાભ લઈ પૂરા જોશ અને નિષ્ઠાથી આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. જો કે ત્રણેય પેઢી વચ્ચે જે હેતુ અને સામ્ય છે તે એક જ છે અને તે છે “ગુણવત્તા અને ગ્રાહકોને સંતોષ આપવો.” જો બે પેઢી વચ્ચે વિચારોના આદાન-પ્રદાન, સમજૂતી અને વિશ્વાસનો પૂલ (બ્રિજ) હોય તો મંજીલે પહોંચવું આસાન બને છે.

પ્લાયવુડ, પાર્ટીકલ બોર્ડ અને ફેઈસ વિનિયર ઉત્પાદન ક્ષેત્રે આપની કંપનીએ બજારમાં સારું સ્થાન જમાવ્યું છે ત્યારે હાલના સંજોગોમાં, આ ઉદ્યોગથી આપને સંતોષ છે ?

એ.એ. :- કોઈપણ ધંધા-ઉદ્યોગ માટે દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે. દરેક ધંધા માટે ચઢાણ-ઉતરાણ આવતા હોય છે. સંજોગો અને જરૂરિયાત બદલાતા હોય છે પરંતુ તેની સાથે આપણે પણ સચેત અથવા સાવધાન રહેવું પડે છે. જરૂરિયાત મુજબ ઉદ્યોગ-વ્યવસાયમાં પરિવર્તન લાવવા પડે છે. કેટલીક વખત સાધારણ સંજોગો નથી પણ હોતા અથવા તો પડકારોનો સામનો પણ કરવો પડતો હોય છે, તો તે માટે આપણે સજ્જ થવું પડતું હોય છે. આવો કેટલોક સમય દરેક માટે આવતો હોય છે પરંતુ તેનાથી સફળતાપૂર્વક બહાર નીકળવું એ જ આપણું ધ્યેય અને સિદ્ધિ હોય છે. હાલના સંજોગો આપણા દરેક ધંધા-ઉદ્યોગ માટે પૂરી સજ્જતાથી પડકારોનો સામનો પણ કરવો પડતો હોય છે. તો તે માટે આપણે સજ્જ થવું પડતું હોય છે. આવો કેટલોક સમય દરેક માટે આવતો હોય છે પરંતુ તેનાથી સફળતાપૂર્વક બહાર નીકળવું એ જ આપણું ધ્યેય અને સિદ્ધિ હોય છે. હાલના સંજોગો આપણા દરેક ધંધા-ઉદ્યોગ માટે પૂરી સજ્જતાથી પડકારોનો સામનો કરી અને આપણી શક્તિનો પૂરો ઉપયોગ કરી વિકાસની રાહે આગળ વધવાનો સમય છે. અમે શરૂઆતથી જ એક ચોક્કસ ધ્યેય અને ઉમદા માર્ગદર્શન હેઠળ આ વ્યવસાયમાં આગળ આવ્યા છીએ એટલે અમને કોઈ મુશ્કેલી જણાતી નથી. છતાં સતત હરિફાઈ અને પડકારો આપણને મજબૂત થવાની ઉત્તમ તક આપે છે તે કદી કોઈએ ભૂલવું ન જોઈએ. અમે એક મજબૂત માળખા સાથે ધંધામાં ઉભા છીએ અને તે અમને સલામતીનું મજબૂત બળ પૂરું પાડે છે.

શું આજની પરિસ્થિતિથી આપને સંતોષ છે ? આ ઉદ્યોગ માટે પડકારો અને તકો કેવી કેવી છે ?

કોઈપણ ઉદ્યોગ – વ્યવસાયકારને સંતોષ માનીને બેસી રહેવું પોષાય નહીં. સતત ગતિશીલતા સફળતા અને વિકાસની ચાવી છે. ભૂતકાળમાં પણ પ્લાય-પેનલ અથવા તો વુડબેઈઝ ઈન્ડસ્ટ્રીએ કપરા સંજોગોનો સામનો કર્યો છે. આઠ-આઠ, દશ-દશ વર્ષ મંદીના જોયા છે. હાલમાં આવા કોઈ ખાસ સંજોગો નથી. હા જરૂર, બે વર્ષથી આવું વાતાવરણ થોડું જોવા મળે છે પરંતુ તે સમયગાળો કોઈ લાંબો દેખાતો નથી, કેટલાક આર્થિક નિર્ણયો અથવા સરકારી નિર્ણયો, અસામાન્ય હરિફાઈ અને ઉદ્યોગ વ્યવસાયમાં જોવા મળતી નાની-ચડઉતરના ભાગ રૂપે આજે સામાન્ય પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે જેનો અમે તો આયોજનપૂર્વક અને પૂરી સજ્જતાથી સામનો કરવામાં સફળ રહ્યાં છીએ. જો કે આજની પેઢી માટે આ કંઈક શીખવાનો, અનુભવ અને આયોજીત ભવિષ્યનો પાયો મજબૂત કરવાનો સમયગાળો છે.

આ સમગ્ર ઉદ્યોગે ભવિષ્યમાં પણ થોડાક પડકારજનક સમયને બાદ કરતા ખૂબ જ સારો વિકાસ પ્રાપ્ત કર્યો છે અને તે રાહ પર આગળ વધવા આ ઉદ્યોગ સજ્જ છે. કુશળ સંચાલન, આધુનિક ટેકનીક અને આયોજીત વ્યાવસાયિક કુશળતા હશે તો આ ઉદ્યોગ માટે ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે.

પ્લાયવુડ, પાર્ટીકલ બોર્ડ અને ફેઈસ વિનિયર, આમાંથી કયા વ્યવસાયને તમે સારો ગણો છો ?

ત્રણેય વ્યવસાય સારા છે. ત્રણેયનું ભવિષ્ય ઉજળું છે. ભારતનું પોતાનું બજાર તો મોટું છે, તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ ક્ષેત્રે ભારતની પ્રોડક્ટ્સની શાખ અને માંગ વધી રહ્યા છે. ત્રણેયનું પોતાનું માર્કેટ સેગમેન્ટ છે. હું અંગત રીતે ત્રણેયમાં સારું ભવિષ્ય જોઈ રહ્યો છું. જો કે આ ક્ષેત્રે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુને વધુ હિસ્સો પ્રાપ્ત કરવાના પ્રયત્નોથી આ ઉદ્યોગને વધુ વિકાસદર પ્રાપ્ત થઈ શકે છે.

તો શું આ ક્ષેત્રે વધુ ધંધાકીય રોકાણ કરવાનું આપ પસંદ કરશો ?

જો કે અમે હાલમાં જ ગેબન ખાતે ફેઈસ વિનિયરનો પ્લાન્ટ શરૂ કર્યો છે. પ્લાય, પાર્ટીકલ અને ફેઈસ વિનિયર ઉત્પાદનમાં અમે અમારા આયોજન મુજબનું રોકાણ કર્યું છે અને તેના પ્લાન્ટને પૂરી ક્ષમતાથી ચલાવવા પ્રયત્ન કરીએ છીએ. આ બજારમાં અમે સારું સ્થાન પણ મેળવ્યું છે. અને તેને આગળ વધારીશું પરંતુ હવે અમે અન્ય ધંધામાં રોકાણ કરવાનું પસંદ કરીશું. ધંધાકીય રીતે આ યોગ્ય નિર્ણય ગણાશે કે જે બાબત દેશના અનેક મધ્યમ અને મોટા ઉદ્યોગ સાહસિકોમાં જોવા મળે છે.

હાલમાં પ્લાય-પેનલ ઉદ્યોગની સ્થિતિ ને શું આપ ચિંતાજનક ગણો છો ?

ના, એવી કોઈ ચિંતાનું કારણ અમે જોતા નથી જો કે કોઈપણ સ્થિતિને જોવાની દૃષ્ટિ સૌની અલગ અલગ હોઈ શકે. હાલમાં સમગ્ર ઉદ્યોગ થોડી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તેના માટે ચાર-પાંચ કારણો જવાબદાર હોઈ શકે. એક તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રીઅલ એસ્ટેટ સેક્ટરમાં ધીમો વિકાસદર અને બીજું મહત્વનું કારણ તીવ્ર હરિફાઈ છે. ઉત્પાદન કરતા, માંગનું પ્રમાણ ઓછું હોવાનું કારણ પણ જવાબદાર છે. કાચા માલમાં ભાવ વધારના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યુ જ્યારે માંગ કરતા ઉત્પાદન વધુ હોવાથી ઉત્પાદિત વસ્તુનો વ્યાજબી ભાવ વધારો થઈ ન શક્યો. નોટબંધી તથા જીએસટીના અમલને કારણે પણ થોડો સમય નાણાંકીય અવ્યવસ્થા સર્જાઈ અને પેમેન્ટ ટર્મ્સમાં અનિયમિતતા ઉભી થઈ, આ બધા કારણોને લઈ છેલ્લા બે વર્ષ આ ઉદ્યોગ ક્ષેત્રે મુશ્કેલીઓ ઉભી થઈ પરંતુ હવે અમને લાગે છે કે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ચિત્ર થોડું સ્પષ્ટ થઈ રહ્યું છે અને 2019-20ના નવા વર્ષને આપણે આશા અને ઉમંગ સાથે વધાવી શકીશું તેવો અમને વિશ્વાસ છે.

વેપાર-ઉદ્યોગમાં આપના પરિવારે ખૂબ સારી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કર્યા છે ત્યારે સામાજિક ક્ષેત્રે આપનું યોગદાન શું છે ?

અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે અમારો પૂરો પરિવાર જોડાયેલો છે. ખાસ કરીને શિક્ષણ અને ખેલકૂદને સપોર્ટ કરવાનું અમે વધારે પસંદ કરીએ છીએ. ઉપરાંત અમારા ઉદ્યોગના સર્વે કર્મચારીઓ કે કામદારો અને તેમના પરિવારોના કલ્યાણ અર્થે અમે અમારી જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવીએ છીએ. જો કે અમે આ બધી જવાબદારીઓના પ્રચાર-પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ.

આપના કર્મચારીઓ કે વ્યાપારીગણ માટે કોઈ સંદેશ ?

“સારી ક્વૉલિટી સાથે ઈકોનોમિક પ્રાઈઝ” (ગુડ ક્વૉલિટી વીથ ઈકોનોમિક પ્રાઈઝ) એ અમારો વ્યવસાયિક મોટો (મુદ્રાલેખ) છે, જેને અમે સતત વળગી રહ્યા છીએ અને સદાય વળગી રહીશું.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Ply Market

To Top