Connect with us

ભારતમાં ફર્નિચરની માંગ વધારતા કેટલાક પરિબળો

Ply Market

ભારતમાં ફર્નિચરની માંગ વધારતા કેટલાક પરિબળો

ત્રણેક પરિબળો એવા છે કે જેને લઈને આગામી પાંચ વર્ષમાં ભારતનું ફર્નિચર બજાર તેજીમાં રહેશે. પ્રથમ પરિબળ એ છે કે લોકોની ખર્ચવા યોગ્ય આવકમાં વધારો થયો છે. શહેરીકરણ વધી રહ્યું છે ઉપરાંત રીટેઈલ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિસ્તરી રહ્યું છે. ટેક સાયન્સ રિસર્ચ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 સુધી ભારતનું ફર્નિચર બજાર 32 બિલિયન અમેરિકન ડોલરને ઓવરટેક કરી જશે ! એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતનું ફર્નિચર બજાર ખૂબ ઝડપી પગલે આગળ વધશે.

એવા કયા કયા પરિબળો છે કે જેને કારણે આવું બની રહ્યું છે. સૌ પ્રથમ તો આ લોકોની ખર્ચવા યોગ્ય આવકમાં વૃદ્ધિ થઈ છે. સમાજની અંદર જે મધ્યમ વર્ગ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તૃત થઈ રહ્યો છે. શહેરી કુટુંબની સંખ્યા વધી રહી છે. જો આપણા દેશના પ્રવાસન ક્ષેત્રની વાત કરવામાં આવે તો કહેવું પડશે કે તે અત્યંત ઝડપથી વિકસી રહ્યું છે. ફર્નિચરની માંગ વધારવામાં હોસ્પિટાલિટીનું પણ આગવું મહત્વ રહેલું છે. લાકડાની નિકાસ કરવામાં, યુ.પી., કેરલ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ અગ્રગણ્ય નિકાસકર્તા રાજ્ય છે. આ અહેવાલ કે રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં ભારતીય ફર્નિચર બજારમાં લાકડામાંથી બનાવેલું ફર્નિચર તેનું પ્રભુત્વ જાળવી રાખશે.

કેટલીક અગ્રગણ્ય કંપનીઓ જેવી કે ગોદરેજ ઈન્ટેરીયો, દુરિયન, વિપ્રો અને નિલકમલ આગામી પાંચ વર્ષ દરમિયાન ખૂબ જ સારો દેખાવ કરશે. બજાર વધી રહેલા ટ્રેન્ડનું પણ સાક્ષી છે. ઉત્પાદનની ડિઝાઈન તથા ગુણવત્તા વધારવા માટે ડોમેસ્ટિક ઉત્પાદકો; વિદેશી ઉત્પાદકો અથવા તો મેન્યુફેક્ચરર્સની સાથે જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે.

રોજગારની તકમાં વૃદ્ધિ થઈ રહી છે. લોકોની ખરીદ શક્તિ વધી રહી છે. એના પરિણામે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડિઝાઈનની માંગ વધશે અને એની સાથે સાથે સ્ટાન્ડર્ડ ફર્નિચરની માંગમાં વધારો થશે.

ટેક સાયન્સ રિસર્ચના ડિરેક્ટર મિ. કરન ચેચીએ જણાવ્યું હતું કે ભારતીય ફર્નિચર બજારમાં ગોદરેજ ઈન્ટેરીયો, નિલકમલ, ફિધર લાઈટ વગેરે અગ્રગણ્ય કંપનીઓ છે. આમ છતાં ઓછા અવરોધવાળા પરિબળોને લઈને કેટલીક નવી કંપનીઓ આ બજારમાં આક્રમણ કરે એવી શક્યતા જણાઈ આવે છે.

ઈન્ડિયા ફર્નિચર માર્કેટ ફોરકાસ્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટિઝ – 2019 એ ભારતીય ફર્નિચર બજારના ફ્યુચર ગ્રોથ પોટેન્શિયલનું અવલોકન કર્યુ છે. અને સ્ટેટિસ્ટિક્સ પણ જણાવ્યું છે. માર્કેટ સ્ટ્રક્ચરની માહિતી પણ આપી છે. આ અહેવાલમાં ભારતીય ફર્નિચર બજારમાં ઉભરી આવેલ ટ્રેન્ડ્સ, ચાલકબળ અને પડકારોનું ખરા અર્થમાં આકલન કરવામાં આવ્યું છે.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Ply Market

To Top