Connect with us

બિકારનેરઃ ફર્નિચર, ટીમ્બર ઉદ્યોગ ઠપ્, હજારો કારીગર બેકાર

Ply Market

બિકારનેરઃ ફર્નિચર, ટીમ્બર ઉદ્યોગ ઠપ્, હજારો કારીગર બેકાર

તાજેતરના લોકડાઉનને કારણે બિકાનેર (રાજસ્થાન)ના ફર્નિચર અને ટીમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારોના કામધંધા બંધ છે. ફર્નિચર બનાવવાવાળા સુથાર સમાજના હજારો કારીગર અને મજૂરો ઘેર બેઠા છે. લાકડા ઉદ્યોગ સાથે જોડાયેલ 500 જેટલા કારખાનાને એક મહિનાથી તાળા લાગી ગયેલ છે. જેથી તેમના માલિક અને કારીગરોના આર્થિક વ્યવહારો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અહીંના કારીગરોનું કહેવું છે કે તેમણે તેજી મંદી જોઈ છે પરંતુ આવા ભયાનક દિવસો કદી જોયા નથી. ફર્નિચર બનાવવાનું કામ તેમનું બારેમાસ ચાલતું હતું. તેના પર અચાનક સંકટ આવી પહોંચ્યું છે. ખબર નહીં આ પરિસ્થિતિ ક્યારે સુધરશે અને કેવા દિવસો જોવાના આવશે.             બિકારનેમાં 125 થી 130 વેપારીઓની ટીમ્બર અને પ્લાયવુડની મળીને 45 થી 50 ગાડીઓ રોજ વેચાતી હતી તેમનો વેપાર બંધ છે. કોરોના બિમારી અને આર્થિક બેહાલીના બેવડા ભયથી બિકાનેરના ફર્નિચર અને ટીમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ તથા કારીગર મજૂરો તેમના દુઃખભર્યા દિવસો લાચારીવશ પસાર કરી રહ્યા છે. બધા ઈચ્છી રહ્યા છે કે હવે કામકાજ શરૂ થાય તો સારું.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Ply Market

To Top