Connect with us

ચીનથી આવતા બોર્ડ પર પ્રતિબંધ મુંકવાની ઉઠતી માંગ

Ply Market

ચીનથી આવતા બોર્ડ પર પ્રતિબંધ મુંકવાની ઉઠતી માંગ

દેશના 12 જેટલા રાજ્યોના પ્લાયવુડ વ્યાપારીયોએ ચીનથી આયાત થતા પ્લાયવુડ પર પ્રતિબંધ મુંકવાની માંગ કરી છે. દેશની વર્તમાન પરિસ્થિતિમાં દેશનો પ્લાય-પેનલ ઉદ્યોગ જ્યારે કઠિન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે ત્યારે તેમાંથી રાહત આપવા સરકારે ચીનથી આયાત થતા પ્લાયવુડને પ્રતિબંધિત કરવાની માંગ વિવિધ રાજ્યોના વેપારી સંગઠનો અને વેપારી આગેવાનોએ કરી છે.

            કોરોના વાઈરસને કારણે થઈ રહેલ ભારે આર્થિક નુકશાનથી દેશનો પ્લાય-પેનલ ઉદ્યોગ ચિંતીત છે. દેશભરના પ્લાયવુડ વેપારીઓની એક ઓનલાઈન બેઠક પણ તાજેતરમાં યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા પ્લાયવુડ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર ચાવલાએ જણાવ્યું કે આ બેઠકમાં 12 રાજ્યોના 300 વેપારીઓએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વધુ વિગત આપતા પ્રમુખ શ્રી ચાવલાએ જણાવ્યું કે આ મીટીંગમાં સૌએ એકમતથી નિર્ણય લીધો હતો કે “સરકાર જીએસટીને છ મહિના માટે સ્થગિત કરે, બેન્ક દ્વારા જે વ્યાજ લેવામાં આવે છે તે પણ લોક કરવામાં આવે. લોનની મર્યાદા 25 પ્રતિશત સુધી વધારવામાં આવે, લોનના હપ્તા બેન્ક દ્વારા કાપવામાં આવે છે તેને હોલ્ડ પર રાખવામાં આવે.”

            એ વાતની યાદ અપાવવી જરૂરી છે કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અગાઉ મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આવતા 5 એમએમ કે તેથી વધુ જાડાઈના પ્લેઈન એમડીએફ પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાદી દીધી હતી. ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રી એન્ડ ગ્રીનપેનલ તથા સેન્ચુરી પ્લાયબોર્ડ લિ. ની એક સંયુક્ત પીટીશન (અરજી)ના અનુસંધાને નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો હતો.             વર્તમાન સમયને પ્લાય, પેનલ, ફર્નિચર અને લાકડા આધારિત અન્ય ઉદ્યોગોને રાહત આપવા સરકારે વિદેશી આયાતી માલ પર વધુ નિયંત્રણો લાદવા જરૂરી છે.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Ply Market

To Top