તાજેતરમાં વિશ્વ ના અનેક દેશો સહિત ભારતંમાં પણ કોલસાની તંગીથી અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહયા છે. આ સમસ્યાના ઉકેલ તરીકે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ માલિકો બોઇલરમાં બળતણ તરીકે કોલસાની જગ્યાએ શેરડી બગાસ વાપરવાનું વિચારી રહયા છે જેથી બગાસ બોર્ડ ઉધોગમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. બગાસ બોર્ડ માટે બગાસ મહત્વનું રો મટેરિયલ છે જે દક્ષિણ ગુજરાતની સુગરમીલોમાંથી મળે છે. ગુજરાતમાં બગાસ બોર્ડ ઉધોગ સારા પ્રમાણમાં વિસ્તર્યો છે પરંતુ કેટલાક ૃસમયથી થાય તે અનેક મુશ્કેલીનો સામનો કરી રહયો છે જેમાંની એક મુશ્કેલી રો મટેરિયલની પ્રાપ્તિની પણ છે. હાલના કારખાનાઓને આ જથ્થો માંડ પૂરતો મળી રહે છે. નવી ફેકટરીઓ આવવાથી તેની માંગમાં વધારો થઇ રહયો છે અને તેની અછત ઉભી થવાની સંભાવના છે. જો બગાસને બળતણ તરીકે વાપરવામાં આવે તો બગાસ બોર્ડ ઉધોગને રો-મટેરિયલ મળતું બંધ થાય અને આ કારખાના બંધ પડતા હજારો કારિગરો, આ ઉધોગ પર નભતા વ્યવસાયીઓ અને આવાસ યોજનાના લાભાર્થીઓને માઠી અસર પહોચેં.
છેલ્લા કેટલાક સમયથી ફર્નિચરમાં બગાસબોર્ડનો વપરાશ વઘ્યો છે ત્યારે તેનું ઉત્પાદન જાળળી રાખવું ખૂબ જરૂરી છે. જો આમ ન થાય તો જરૂરિયાતને પહોંચી વળવા તે વિદેશી હંડિયામણના ભોગે આયાત કરવું પડે, જે ભારતની આત્મનિર્ભરતાની નીતિ તથા અહીંના ફનિર્ચર માટે ઉદ્યોગ અને વપરાશકર્તા માટે પણ નુકશાનકર્તા નિવડે
આપણા દેશની જરૂરિયાત અને ઉપયોગિતાને ઘ્યાનમાં રાખી બગાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે, આ અગાઉ ફર્નિચરમાં મુખ્યત્વે લાકડુ વપરાતુ પરંતુ સમય જતા સુગરમીલોમાંથી નિકળતો વેસ્ટ – બગાસ કે જેનો નિકાલ મીલો માટે એક સમસ્યા જેવો હતો, તે વેસ્ટના બેસ્ટ ઉપયોગ તરીકે એક સહિયારો, સફળ પ્રયાસ થયો અને તેની સફળતાના સ્વરૂપે બગાસ બોર્ડનું ઉત્પાદન થયું, આનાથી લોકોને સારું અને સસ્તુ બગાસ બોર્ડ મળ્યું. પરતું હાલમાં બળતણમાં કોલસાના વિકલ્પ તરીકે બગાસને વાપરવાની ઉધોગજગતની હિલચાલથી બગાસ બોર્ડ ઉધોગ સ્તબ્ધ થઇ ગયો છે. કોલસાની કામચલાઉ તંગી વચ્ચે નજીવા આર્થિક લાભ ખાતર બગાસ પર નભતો બોર્ડ ઉધોગ પડી ભાંગે તે પ્રયાસ કોઇપણ રીતે યોગ્ય નથી.
દેશમાં બગાસ બોર્ડ ઉધોગને પગભર થવા અને દેશમાં જ તેનું ઉત્પાદન વધારવા સરકાર તથા ઉધોગ સાહસિકો દ્રારા પ્રયાસ કરવામાં આવ્યા છે આવા પ્રયાસો નિષ્ફળ ન જાય તે જોવાની જવાબદારી લાગતાવળગતા તમામની છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સફળ પ્રક્રિયાને ઉલટાવી ફરીથી બેસ્ટમાંથી વેસ્ટ બનાવી બગાસ બોર્ડ ઉધોગોને નુકશાન ન પહોંચે તેવી આ ઉધોગની લાગણી અને માંગણી છે, જરૂર પડે તો સરકારે આ માટે આવશ્યક પગલાં ભરવા જોઇએ. સસ્તા અને સરળ બળતણ વિકલ્પ તરીકે બગાસને અપનાવી તેના પર નભતા એક સમગ્ર ઉધોગને નુકશાન પહોંચાડી ન શકાય જો ગુજરાતમાં આવા પ્રયત્નો સફળતા તો સમગ્ર દેશમાં તે સ્વિકારાય , જે દેશની આર્થિક આત્મનિર્ભર – તાની નીતિ અને આયાત નીતિ માટે નુકશાનકર્તા બની શકે છે.
જો બગાસ બોર્ડ ઉત્પાદકોને બગાસ ન મળે તો તેઓ અન્ય કયો વિકલ્પ અપનાવો તે પ્રશ્ર્ન પણ મહત્વનો બની રહે છે. વૃક્ષ બચાવાની સરકારની સુસંગત નીતિ સાથે ચાલવા આ ઉધોગ કટિબઘ્ધ છે ત્યારે સરકાર તથા સમગ્ર ઉધોગ જગત બગાસ બોર્ડ ઉત્પાદકોને સહકાર આપે તે અત્યંત જરૂરી છે.
સુગરમીલોમાંથી બગાસ મેળવવાનો સમયગાળો ટૂંકો એટલે કે ઓકટોબરથી માર્ચ મહિના સુધીનો હોય છે. આ દરમ્યાન બગાસ બોર્ડ ઉત્પાદકોએ બગાસનો સ્ટોક કરવાનો હોય છે તેથી આ મહત્વના સમય અને સંજોગોમાં સરકારે ત્વરિત નિર્ણય લઇ બગાસને બળતણ તરીકે વાપરવાના પ્રયાસોને રોકવા જોઇએ અને આ ઉધોગને મોટી મુશ્કેલીમાંથી બચાવી લેવામાં આવે.
