News

અમદાવાદ ટીમ્બર મર્ચન્ટ એસોસિએશનની તમામ સભ્યોને ૩ દિવસ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ

અમદાવાદમાં કોરોના મહામારીનું પ્રમાણ ચિંતાજનક રૂપે વધી રહ્યું છે ત્યારે વર્તમાન કટોકટીભરી સ્થિતિ અને સમાજહિતને ધ્યાનમાં લઇ ધ અમદાવાદ ટીમ્બર મર્ચન્ટઅમ એસોસિએશને તેમની સંસ્થા સાથે સંકળાયેલા વહેપારી સ્વજનોને તા. ૨૩-૦૪-૨૧ ને શુક્રવાર સાંજે 6 વાગ્યાથી  તા. ૨૬-૦૪-૨૧ ને સોમવાર સવારે ૮ વાગ્યા સુધી પોતાની દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.

આ ઉપરાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા. ૨૬-૦૪-૨૧ થી તા. ૩૦-૦૪-૨૧ સુધી દુકાનો સાંજે 4 વાગ્યા સુધી જ ચાલુ રાખવા નમ્ર અપીલ કરવામાં આવી છે. એસોસિએશનની અપીલને ધ્યાનમાં રાખી સૌ સભ્યો પોતાની ફરજ નિભાવશે તેવી આશા છે.

Most Popular

To Top