દેશની અગ્રણી લેમિનેટ ઉત્પાદક કંપની રોયલ ટચ નવા વર્ષથી પ્લાયવુડ અને મીડીયમ ડેન્સિટી ફાઇબર બોર્ડ (MDF) ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશવા યોજના બનાવી રહેલ છે.
કંપનીના એમ.ડી. શ્રી રાજ પટેલે માહિતી આપતા જણાવ્યું, પ્રાયમરીલી ઈન્ટીરીઅર આધારિત ઉત્પાદન ક્ષેત્રે અમે વર્ષોથી સક્રિય છીએ અને આ ક્ષેત્રે વધુ પ્રોડક્ટસ આપવાના ધ્યેય સાથે હવે પ્લાયવુડ અને એમડીફ ક્ષેત્રે પ્રવેશ કરવા નિર્ધારેલ છે.
લેમિનેટ્સ અને વેંટ્રીફાઈડ ટાઇલ્સ ઉપરાંત કંપની એડહેસિવ અને મોડ્યૂલર ફર્નિચરના વ્યવસાય સાથે પણ જોડાયેલ છે.
કંપની ચાલુ નાણાંકીય વર્ષમાં 500 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરનાં લક્ષ્યાંક તરફ આગળ વધી રહેલ છે જે ગત વર્ષ રૂપિયા 450 કરોડનું હતું.
અમારા વ્યવસાયમાં એડહેસિવ અને ફર્નિચરનો ફાળો હાલમાં તો નાનો છે પરંતુ તેમાં અમે વધુ વિકાસની તકો જોઈ રહ્યાં છીએ અને તે માટે અમે પ્રયત્નશીલ છીએ આગામી ત્રણ વર્ષમાં અમારી કંપનીના આર્થિક વિકાસમાં એડહેસિવ અને ફર્નિચરનો ફાળો પણ મહત્વનો હશે, તેવી આશા શ્રી પટેલે વ્યક્ત કરી. હાલમાં આ બંને પ્રોડક્ટસનો ફાળો 10 થી 12 કરોડ રૂપિયાનું રોકાણ વધારશે
હાલમાં તેમની ફેક્ટરી 80-85 ટકાની ક્ષમતાથી કાર્યરત છે જેમાં નવી વિસ્તુતિકરણથી યોજનાથી 35 ટકાનો વધારો થવાની શક્યતા છે.
હાલમાં કંપનીના દેશભરમાં 148 જેટલા એક્સપિરિયન્સ સેન્ટરો ફેલાયેલા છે જેમાં આગામી ત્રણ વર્ષમાં વધુ 50 આઉટલેટ સેન્ટરોનો વધારો કરવાની યોજના છે.
