ભારતમાં ઘરઆંગણે પ્લાયવુડ ઉધોગ કેટલીક સમસ્યાઓેનો સામનો કરી રહેલ છે. પ્લાયવુડ ઉત્પાદક યુનિટોની વધતી સંખ્યાને હવે બ્રેક વાગી જવી જોઇએ કારણ કે સ્થાનિક ડીમાન્ડ સ્થિર રહેવાના અથવા ઘટવાના સંકેતો છે, તો બીજી તરફ હરિફાઇ ઘણી વધી છે, સાથે સાથે નફાશક્તિ ધણી ઘટી ગઇ છે. પ્લાયવુડની તુલનાએ પાર્ટીકલ બોર્ડ, એમ.ડી.એફ ની માંગ વધવા લાગી છે જે સીધી પ્લાયવુડ માંગને અસર કરે છે. પ્લાયવુડના ભવિષ્ય માટે પણ આ એક પડકાર છે. આ પડકારને પહોંચી વળવા ભારતના પ્લાયવુડ ઉત્પાદકોએ નિકાસ વધારવા પ્રયત્નો કરવા જોઇએ. આંતરરાષ્ટ્રીય પ્લાયવુડ અને પેનલ પ્રોડકટમાં ચીનનૃં પ્રભુત્વ છે. તેને કોરોના પછી કેટલીક મુશ્કેલીઓ નડી રહી છે ત્યારે ભારતે ગુણવતા અને કિંમત બંને બાબતોનું સમાધાન શોધી નિકાસની તકો વધારવી જોઇએ. અત્યાર સુધી નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકામાં તેની મુખ્યત્વે નિકાસ થતી હતી તેને હવે અન્ય દેશોમાં વિસ્તારવા પ્રયત્નો કરવા જોઇએ. સરકારે પણ આવા યુનિટોને વિશેષ આર્થિક અને ઇન્ફાસ્ટ્રકચર પૂરી પાડી દોઢ લાખથી વધુ શ્રમિકોને રોજગારી પુરી પાડતા આ ઉધોગને વધુ નિકાસ કરવા પ્રેરક બળ પુરૂ પાડવું જરૂરી છે.
