News

ACETECH – Mumbai, ફેબ્રુઆરી-2021 માં યોજાશે

કોવિડ-19 ના વસમા અને પડકારભર્યા સમયમાંથી પસાર થઈ રહેલ માનવજિંદગી અને અર્થતંત્ર બંન્ને ના અંતિમ ઘેરાને તોડી રાહતભર્યા શ્વાસ લેવા તરફ જઈ રહ્યા છે ત્યારે ACE TECH ટ્રેડ ફેરના આયોજકો 2021 થી શુભ શરુઆતની ખબર લઈને આવ્યા છે.  ACE TECH – Mumbai, સિગ્નેચર ટ્રેડ ફેર 2021ના ફ્રેબુઆરીની તા. 12 થી 24 દરમ્યાન બોમ્બે એક્ઝીક્યુટીવ સેન્ટર ખાતે યોજવા જઈ રહ્યો છે.

આર્કીટેક્ચર, બિલ્ડીંગ મટેરીયલ્સ, આર્ટ અને ડીઝાઈનને લગતા એશિયાના તેના ક્ષેત્રના અગ્રણી અને વિશ્વના તીજા નંબરના આ પ્રદર્શન મેળાને એક મોટા બીઝનેશ પ્લેટફોર્મ તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ આ પ્રદર્શન મેળાને તેના ક્ષેત્રના પ્રદર્શનકર્તા, મુલાકાતીઓ અને વિવિધ વ્યાપારક્ષેત્રોમાંથી અભૂતપૂર્વ આવકાર મળ્યો છે.

ACETECH  એ માત્ર એક પ્રદર્શન મેળો નથી, પરંતુ તમારી પ્રોડક્ટ, બ્રાન્ડ, વેચાણ કરવાની આગવી શૈલી અને વેપારી કે ગ્રાહક સાથે સંવાદ સાધવાનું પ્રભાવશાળી અને બહુમૂલ્ય પ્લેટફોર્મ છે. 15 વર્ષથી પોતાની આગવી બ્રાન્ડ ઈમેજથી અગ્રેસર ACETECH નવી તૈયારી અને આયોજન સાથે આગળ વધી રહ્યુ છે. પ્રદર્શનકર્તા અને મુલાકાતીઓની જરુરીયાતો, સંવેદના અને અપેક્ષાઓનો ખ્યાલ રાખી ACE TECH – Mumbai, સિગ્નેચર ટ્રેડ ફેરના આયોજકોએ બુથ ચાર્જ તથા અન્ય જરુરીયાત સગવડોના ચાર્જમાં ઘટાડો કર્યો છે. અદ્ભૂત અને સફળ ભૂતકાળના અનુભવોને આગળ ધપાવી ACETECH વધુ સારા અને સફળ ભવિષ્યની ખાત્રી સાથે મુંબઈ  ખાતેના આ પ્રદર્શનમેળાને યાદગાર અને ઉપયોગી બનાવવા જઈ રહ્યો છે. તેને લાકડા ઉદ્યોગ દર્શન પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ.

Most Popular

To Top