ફર્નિચર પ્રોડક્શન ટેક્નોલોજીઝ, વુડવર્કિંગ મશીનરી, ટૂલ્સ, ફિટિંગ્સ, એસેસરીઝ તથા અન્ય ઉત્પાદનો માટે 7 મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ‘દિલ્હી વુડ’ 4-7 માર્ચ 2021 ના રોજ યોજાશે. આયોજકોનું કહેવું છે કે ‘દિલ્હી વુડ’ એશિયાનું સૌથી મોટું સોર્સિંગ પ્લેટફોર્મ છે જેમાં ફર્નિચર ઉત્પાદકો, લાકડા આધારિત હસ્તકલા ઉત્પાદકો, સો મિલરો, લાકડાકામ વ્યવસાયિકો, બિલ્ડરો, આર્કિટેક્ટ અને ઇન્ટીરીયર ડિઝાઇનર્સ જોડાય છે. દિલ્હીહૂડ 2019 માં યોજાયેલ વૂડ શો માં લગભગ 12 દેશ માંથી 600+ પ્રદર્શકો એ ભાગ લીધો હતો. 40,000 ચોરસ મીટર જગ્યામાં 300 જેટલા વૂડવર્કિંગ મશીનો ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા.
