Lakda Udyog Darshan – Latest news updates from Wood, Ply and Panel Industries

News

વધતી કોવીડ-૧૯ ની મહામારી ને પગલે લોકડાઉનનો આશરો લેતી રાજ્ય સરકારો – વેપાર ધંધાને અસર

દેશભરમાં સતત વધી રહેલ કોવીડ-૧૯ના કેસોના પગલે વિવિધ રાજ્ય સરકારોએ આંશિક અથવા પૂર્ણલોકડાઉન તથા નાઈટ કર્ફ્યુંનો આશરો લીધો છે જેમાં મહારાષ્ટ્ર થતા કર્ણાટક રાજ્યમાં સૌથી લાંબુ લોકડાઉન લાગુ કરાયું છે. મહારાષ્ટ્રમાં 15 મી મે સુધી લોકડાઉન રહેશે જેમાં કારખાના ચાલુ રહેશે જયારે દુકાનો બંધ રહેશે. અમુક સમય સુધી ટ્રાન્સપોર્ટ ખુલ્લી રહેશે. કર્ણાટકમાં ૧૨ મે સુધી લોકડાઉન રહેશે જેમાં દુકાનો બંધ રહેશે જયારે કારખાના તથા ટ્રાન્સપોર્ટ ખુલ્લા રહેશે.

અન્ય કેટલાક રાજ્યોમાં ૩ મે અથવા ૫ મે સુધી આંશિક લોકડાઉન રહેશે. ગુજરાતમાં ૫ મે સુધી મીની લોકડાઉન તથા રાત્રે ૮ થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. જોકે અહીં મહદઅંશે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની સર્વિસ થતા દુકાનો બંધ રહેશે. ફેકટરીઓ ચાલુ રહેશે.

૧લી મે થી ૧૮ વર્ષથી ઉપરનાને વેક્સીન આપવાનો કાર્યક્રમ ૧ મે થી શરુ થશે તેની સાથે જ મીની લોકડાઉનના પગલે વુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ પ્લાય, હાર્ડવેર, ફર્નીચર તથા અન્ય વ્યવસાયને ગંભીર આર્થિક ફટકો પડી રહ્યો છે જેની અસર ઉત્પાદક યુનિટો પર પણ અગામી સમયમાં જોવા મળી શકે છે. જોકે જરૂરી એવા લોકડાઉનના પગલાંને વ્યાપારી મંડળો સહકાર આપી રહ્યા છે. લાકડા ઉદ્યોગ દર્શન મેગેઝીનની ડેટા પ્રોસેસીંગ ટીમે વિવિધ રાજ્યોમાં લોકડાઉન ની સ્થિતિ કેવી છે તેનું ચિત્ર અહીં રજુ કર્યુ છે.

રાજયતારીખ સુધીદુકાનોફેક્ટરીટ્રાન્સપોર્ટલોકડાઉનનો પ્રકાર
મહારાષ્ટ્ર૧૫ મે સુધીદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
યુપી૩ મેવીકેન્ડમાં બંધચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/વિકેન્ડ લોકડાઉન
કર્ણાટક૧૨ મેદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
દિલ્હી૩ મેદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
તમિલનાડુ૩૦ એપ્રિલવીકેન્ડમાં બંધચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/વિકેન્ડ લોકડાઉન
તેલંગાણા૧ મેદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
વેસ્ટ બેન્ગાલદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
આન્ધ્રપ્રદેશદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
ગુજરાત૫ મેદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/મીની લોકડાઉન
રાજસ્થાન૩ મેદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
કેરળઅર્નાકુલમ માં લોકડાઉનચાલુ રહેશેચાલુ રહેશે
હરિયાણાદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
બિહારદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
પંજાબવીકેન્ડમાં બંધચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/વિકેન્ડ લોકડાઉન
મધ્ય પ્રદેશ૩૦ એપ્રિલદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
આસામ૩ મેદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
ઓરિસ્સાદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
જમ્મુ કાશ્મીરદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
ઝારખંડ૨૯ એપ્રિલદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
ઉત્તરાખંડદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
છતીસગઢદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
હિમાચલવીકેન્ડમાં બંધચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/વિકેન્ડ લોકડાઉન
ગોવા૩ મેદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
ચંદીગઢવીકેન્ડમાં બંધચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું/વિકેન્ડ લોકડાઉન
અરુણાચલદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
મેઘાલયદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
નાગાલેન્ડદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
સિક્કિમદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
ત્રિપુરાદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
મણીપુરદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશેનાઈટ કર્ફ્યું
મિઝોરમદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
પુડુચેરીદુકાનો બંધ રેહશેચાલુ રહેશેચાલુ રહેશેલોકડાઉન
અંદામાનદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
દાદરા નગર હવેલીદુકાનો ખુલ્લી રેહશેચાલુ રહેશેચાલુ રહેશે
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

To Top