News

ભારતની સૌ પ્રથમ OSB બનાવતી કંપની ગ્રીનમેન પેનલ્સ એલએલપી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેઇક ઈન-ઇન્ડિયા, આત્મનિર્ભર ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરી વૈશ્વિક સ્તર પર ભારતને ગૌરવપૂર્ણ સ્થાન આપવાના પ્રયાસ માં ફાળો નોંધાવવા વુડ પેનલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સતત કંઈક નવું અને સઁશોધનાત્મક પરિણામ મેળવવાના પ્રયાસોમાં કાર્યરત રહેતા શ્રી પરેશભાઈ ટોલીયા કેટલાક સમયથી ઓરિએન્ટેડ સ્ટ્રેન્ડ (OSB) બોર્ડ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટનું કાર્ય કરી રહ્યા હતા, જેનાં પરિણામ રૂપે તેમણે ગ્રીનમેન પેનલ્સ એલ.એલ.પી ના નામે osb Ply (strand Ply) બનાવવાનો યુરોપીઅન ટેક્નોલોજી નો ઉપયોગ કરી અદ્યતન પ્લાન્ટ ભલગામ ખાતે ઉભો કરેલ છે. જે વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લાની હદમાં આવે છે.

                OSB Ply (ઓરિએન્ટેડ સ્ટ્રેન્ડ બોર્ડ) strand ply જે હવે ભારતમાં ઉત્પાદન થતું મળી રહેશે. યુરોપીઅન દેશોમાં તેની ઘણી સારી માંગ છે. ભારતમાં અત્યાર સુધી ચીન, મલેશિયા, તથા યુરોપિયન દેશોમાંથી આયાત થાય છે. ભારતમાં સૌ પ્રથમ પ્રોડક્ટ બનાવવાનું સાહસ રાજકોટના પરેશભાઈ ટોલિયા (લીટલમેન પ્રોડક્ટ) પાર્ટિકલ બોર્ડના ઉત્પાદક તેમજ ગીરીશભાઈ રૂઘાણી (ગજાનન વુડ ક્રાફટ) પ્લાયવુડના ઉત્પાદક તેમજ રાજુભાઈ સવાણી, ધીમંતભાઈ મહેતા, કિશોરભાઈ મહેતા, જગદીશભાઈ સેતા, તમામ અનુભવી ઉદ્યોગપતિઓ તેમજ ટેકનીકલી ક્વોલિફાઈડ યંગ ટીમમાં રૂલીન ટોલિયા, નિલય મહેતા, જીમિત મહેતા, યશ રૂઘાણી, તથા નીરવ સેતા, આ તમામ ભાગીદારોના  પરિશ્રમથી એપ્રિલ 2021માં osb Ply (strand Ply) નું ઉત્પાદન શરૂ થશે. ભારતીય બજારમાં કેલિબ્રેટેડ પ્લાયની માંગને પહોંચી  વળવા અમે osb Ply (strand Ply) નું મોટા પ્રમાણ ઉત્પાદન કરી વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તા  વાળી પ્રોડક્ટ બજારમાં મુકવામાં આવશે.

                જેની સાઈઝ 8×4  ફૂટ તથા થિકનેશ 6mm થી 40mm  સુધીની રહેશે. OSB PLY માં નેઇલ હોલ્ડિંગ શક્તિ, વોટર રેસીસ્ટન્ટ પાવર તથા મજબૂતાઈ સારી હોવાથી તેનો વપરાશ સારા ફર્નિચર બનાવવામાં, વુડન  પેકેજીંગમાં, એક્ષ્પોર્ટ ક્વોલિટીનું વુડન પેલેટ બનાવવામાં થશે.

Most Popular

To Top