તાજેતરમાં (ઓકટોબર-2021)માં વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં ગુજરાત પ્લાયવુડ એન્ડ વિનિયર્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની યોજાયેલ સામાન્ય સભામાં પ્લાયવુડ પ્રોડકટસ (પ્લાયવુડ, બ્લોક બોર્ડ તથા ડોર્સ)માં 7 ટકા ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો અમલ તત્કાલથી લાગુ પડશે. કાચા માલમાં અસંખ્ય ભાવવધારો અને પરિવહન ખર્ચમાં આવેલા વધારાને કારણે ધણા સમયથી પ્લાયવુડ ઉધોગ મુશ્કેલીઓ સહન કરી રહયા છે. ત્યારે આ ભાવવધારાના આશરો લેવાનો અસોસિએશને નિર્ણય લીધો છે. જેને ઉત્પાદકો જરૂરી ગણાવી રહયા છે.
લગભગ છેલ્લા બે વર્ષથી કાચા માલ (લાકડું, કેમીકલ્સ)માં સતત ભાવ વધારાને કારણે તથા છેલ્લા થોડા સમયમાં પરિવહન ખર્ચમાં થયેલ અસાધારણ વધારાને કારણે પ્લાય ઉધોગની મુશ્કેલી વધી હતી, જે પરિસ્થિતિ વ્યાપાર કરવો ઘણો મુશ્કેલ બન્યો હતો. કોરોનાના કપરાકાળ દરમ્યાન પ્લાય પ્રોડકટમાં ભાવવધારા ના નિર્ણય લેવાના હતો પરંતુ આથી ઉત્પાદકોને પૂરતી રાહત મળી ન હતી વર્તમાન ભાવવધારો અમલ થાય તો ઉત્પાદકોને થોડીક રાહત મળી શકે.
