ચાઇનાથી આયાત થતા ડેકોર પેપર પર તા.28 ડીસેમ્બર, 2021થી એન્ટી ડમ્પીંગ ઽયુટી લાગુ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ડેકોર પેપર, ક્રાફટ પેપર અને કેમીકલ્સ જેવા કાચા માલમાં આવેલ અસહય ભાવવધારાથી લેમીનેટ તથા પ્રિ. લેમ પાર્ટીકલ બોર્ડ ઉધોગને માંડ હમણાં થોડી રાહત મળી રહી હતી ત્યાં ચીનથી આયાત થતા ડેકોર પેપર પર 25 ટકા જેટલી એન્ટી ડમ્પીંગ ઽયુટી લાદી દેતા ડેકોર પેપરના ભાવ વધશે. દા.ત. ચીનથી આયાત થતો ડેકોર પેપર જે ટને 2100 ડોલરમાં પડતો હતો તેમાં 542 ડોલર જેટલો વધારો થશે, જે આશરે 25 ટકા જેટલો છે. જો કે ચીનની ચાર કંપનીઓ કીંગડેકોર કાું. લિ, શેનડોન્ગ બોકસીંગ ઓહૂઆ સ્પેશિ-પેપર કાુ.લિ, ઝીબો ઓઉ-મૂ સ્પે-પેપર કાું. ના આયાતી ડેકોર પેપર ઓછી ડમ્પીંગ ઽયુટી (ટન દીઠ 110 થી 116 ડોલર જેટલી) લાદવામાં આવી છે, જેથી ચાઇનાની બીજી ડેકોર પેપર નિકાસ કરતી કંપની સરખામણીમાં આ કંપનીઓના ડેકોર પેપર ભારતમાં સસ્તા મળી શકે છે. એન્ટી ડમ્પીંગ ઽયુટી લાદવાના કેન્દ્રીય નાણાં મંત્રાલયના આ પગલાંની લેમીનેટ અને પ્રિ. લેમીનેટ પાર્ટીકલ બોર્ડ પર શું અસર પડે છે તે નવા વર્ષના આગમન સાથે જોવા મળશે.
