Connect with us

ઈન્દૌર ખાતે સયાજી લેમિનેટ્સના એક્સક્લુઝીવ ફોલ્ડરનું લોન્ચીંગ થયું.

New Products

ઈન્દૌર ખાતે સયાજી લેમિનેટ્સના એક્સક્લુઝીવ ફોલ્ડરનું લોન્ચીંગ થયું.

મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતે તાજેતરમાં સયાજી લેમિનેટ્સના (વડોદરા) દ્વારા 1 એમએમના એક્સક્લુઝીવ ફોલ્ડર ‘સયાજી લેમ’નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

ઈન્દૌરના સયાજી લેમિનેટ્સના ડિસ્ટ્રીબ્યુટર પ્લસ પોઈન્ટ એન્ટરપ્રાઈઝના સહયોગથી સયાજી હોટલ ખાતે મધ્યપ્રદેશના 150થી વધુ ડીલર્સની હાજરીમાં 250થી વધુ ડીઝાઈન ધરાવતા સયાજી લેમ 1 એમએમના આકર્ષક અને દળદાર ફોલ્ડરના લોન્ચીંગ પ્રસંગે કંપની તરફથી ડીરેક્ટર શ્રી ચંદુભાઈ પટેલ તથા પ્રતીકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કંપનીના ઈન્દૌરના ડિસ્ટ્રીબ્યુટર પ્લસ પોઈન્ટ એન્ટરપ્રાઈઝના શ્રી પવન પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સયાજી લેમિનેટ્સ કંપનીના માર્કેટીંગ એક્ઝીક્યુટીવ વિનિત શાહે કંપની તથા પ્રોડક્ટ્સ વિશે વિસ્તૃત માહિતી પ્રોજેક્ટ વિડિયો દ્વારા અમલમાં આવી હતી. ડીલર્સ ભાઈઓ પાસેથી પ્રોડક્ટ્સ વિશેના મંતવ્યો મેળવી, તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મનોરંજન કાર્યક્રમ તથા ભોજનનો આનંદ માણી સૌ ડીલર્સભાઈઓએ કંપનીના વિકાસમાં વધુને વધુ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

Continue Reading
You may also like...
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in New Products

To Top