Connect with us

યમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક

Market News

યમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક

યમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક

યમુનાનગરમાં આવેલ પ્લાયવુડ ઉત્પાદકો માટે ઓટોમેશન બઝવર્ડ (Buzzword) છે. વધી રહેલો મજૂરીખર્ચ અને રીઅલ એસ્ટેટ સેક્ટરમાં ચાલી રહેલી મંદીને લઈને પ્લાયવુડનું વેચાણ પણ મંદ પડ્યું છે. આ હાલતને લઈને પ્લાયવુડ યુનિટના માલિકો અસ્વસ્થ જોવા મળી રહ્યાં છે.

પોતાના દિલોદિમાગ ઉપર હાવી થઈ ગયેલ અસ્વસ્થતામાંથી છુટકારો મેળવવા તેઓ ઉત્પાદન  પ્રક્રિયામાં સંપૂર્ણપણે અથવા કેટલાક અંશે ઓટોમેશન અપનાવી રહ્યાં છે.

જ્યારે તેઓ ઓટોમેશન અપનાવી રહ્યાં છે ત્યારે તેમને માત્ર ઉચ્ચ મજૂરી ખર્ચના કાઉન્ટરીંગમાં જ ફાયદો નહિ થાય બલ્કે ઈનપુટ કોસ્ટને ઘટાડવા કે ઓછી કરવામાં પણ સહાય મળી રહેશે. યમુનાનગરની વાત કરીએ તો અહીં પ્લાયવુડ એકમોની સંખ્યા 350 જેટલી છે. આ તમામ એકમો કે યુનિટ્સનું વાર્ષિક ટર્નઓવર 6000  થી લઈને 8000 કરોડ રૂપિયા સુધીનું છે. હરિયાણામાં આવેલ પ્લાયવુડ કંપનીઓના માલિકોને દર મહિને લઘુત્તમ વેતન પેટે જે તે કામદાર કે મજૂરને 9000 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે તેનાથી વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં દર મહિનાનો પગાર 5500 ચૂકવવાનો આવે છે !

અહીંના પ્લાયવુડ એકમોમાં હાર્વેસ્ટિંગ અને ફેસ્ટિવલની સીઝનમાં મજૂરોની અછત જોવા મળે છે. આપ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ચોક્કસ કે નિશ્ચિંત પ્રક્રિયાઓમાં ઓટોમેશન લાવવામાં આવી રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં ફેલાયેલો પ્લાયવુડ ઉદ્યોગ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા મજૂરો  પર આધારિત છે. પ્લાયવુડનો કારોબાર ચલાવતા એક કંપનીના માલિકે તો તેના યુનિટમાં ઓટોમેશન અપનાવી લીધું છે. તો પણ કન્વેયર બેલ્ટ સહિતની સમગ્ર પ્રક્રિયા સ્વયં સંચાલિત થવાની બાકી છે.

આ સમય જ એવો છે કે જ્યારે ઉદ્યોગોના માલિકોને ઓટોમેશનમાં સ્વીકાર કરવાની આવશ્યકતા જણાઈ રહી છે. અનેકવિધ સમસ્યા કે મુશ્કેલીને લઈને પ્લાયવુડ કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર ઘટતું જઈ રહ્યું છે. પહેલા નોટબંધી અને એ પછી જીએસસટી (GST) ના બેવડા મારને કારણે પ્લાયવુડ ઉદ્યોગની પીઠ ભાંગી ગઈ છે. દેશના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં પણ કંઈક અંશે સ્થિરતા આવી છે. સાચુ પૂછો તો રીઅલ એસ્ટેટ સેક્ટરની ખરાબ હાલતને લઈને પણ લાકડા ઉધ્યોગની સમસ્યા વધારે પેચીદી કે જટિલ બનવા પામી છે. પ્લાયવુડની માંગ ઉપર પણ અસર થવા પામી છે. પહેલાની તુલનામાં હાલમાં મજૂરી ખર્ચ વધી રહ્યો છે. ડિઝલની કિંમતમાં પણ વધારો ઝીંકાયેલો જોવા મળે છે. પોપલર લાકડાની કિંમત વધી જવા પામી છે. આ બધા કારણોને લઈને વર્તમાનમાં પ્લાયવુડ ઉદ્યોગ ખોટમાં ચાલી રહ્યો છે. પ્લાયવુડની માંગમાં ઘટાડો થવાથી પ્લાયવુડ બનાવતા કેટલાય એકમો ઓપ્ટીમમ કેપેસીટીનો ઉપયોગ કરી શકતા નથી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Market News

To Top