Monday, April 15, 2024

વુડ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી: મોટા મૂડી રોકાણ અને આધુનિક ટેક્નોલોજીની હજુ જરૂર છે?

પેલેટ્સ, ક્રેટ્સ બોક્ષ, કેસીસ, બીન્સ, રીલ્સ, ડ્રમ્સ, લોડ બોર્ડ્સ, સ્કીડસ, પેલેટ કોલર્સ અને કન્ટેનર્સ બનાવતી વુડ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી આમ તો ઘણી જૂની છે અને આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત યુરોપથી થઈ અને વિકસીને અન્ય દેશોમાં પ્રસરી. ભારતની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી અહીં તેનો ધીરે ધીરે વિકાસ થયો અને એકવીસમી સદી તેના માટે પરંપરાગત રીતે અથવા તો આધુનિક યંત્રો કે ટેક્નોલોજીના સહારા વિના વુડ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી દેશની જરૂરિયાતને પહોંચી વળવા કામગીરી બનાવી છે. વેપાર-ઉદ્યોગના વૈશ્વિકરણ કે ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ અથવા નિર્યાતને કારણે આ ઉદ્યોગને વિકસીત દેશોની ગતિ સાથે તાલ મિલાવવાની પૂરતી તકો પ્રાપ્ત થઈ નથી પરંતુ છેલ્લા બે દશકની પરિસ્થિતિ પરથી એ સિદ્ધ થઈ રહ્યું છે કે હવે આ ઇન્ડસ્ટ્રી વિકાસની રાહમાં ઝડપથી આગળ વધી રહી છે. જો કે હજુ પણ આ ક્ષેત્રે નાના અથવા મધ્યમ કક્ષાના ઉત્પાદક યુનિટોનો પ્રમુખ હિસ્સો અને આધુનિક ટેક્નોલોજી સ્વીકારવા પ્રત્યેની લાચારી અથવા નિરૂત્સાહી વાતાવરણ તથા મોટા યુનિટો અથવા ઓર્ગેનાઇઝડ સેકટરની પૂરતી હાજરીનો અભાવ દેશની પેકેજીંગ ઇન્ડસ્ટ્રીને થોડીક ખટકે છે પરંતુ વર્તમાન દશક આ ખોટ જરૂર મહદ્દ અંશે પૂરી થશે તેવી આશા છે. પેકેજીંગ ક્ષેત્રે,  સ્થાનિક સહિત, વૈશ્વિક જરૂરિયાતો અને માપદંડને પૂરા કરવા સાથે ભારતની પેકેજીંગ ઇન્ડસ્ટ્રી હવે ઝડપથી પગલાં લઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

ભારતનું પેકેજીંગ માર્કેટ લગભગ 500 અબજ યુનિટનું છે જે લગભગ 6 ટકાના વાર્ષિક દરે વિકાસ કરી રહેલ છે. દેશના ઔદ્યોગિક વિકાસ અને નિકાશની વૃદ્ધિ સાથે પેકેજીંગ ઇન્ડસ્ટ્રીમાં પણ નોંધપાત્ર વિકાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વુડ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી ઉત્પાદનની જૂની પદ્ધતિઓ સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ સાધી આ ઇન્ડસ્ટ્રીને વિકાસની રાહે આગળ લઈ જવા વ્યાપારીક સૂઝબૂઝ, બજારની જરૂરિયાત સાથે સમયની માંગને પણ પ્રાધાન્ય આપી રહી છે.

વુડ પેકેજીંગ મટેરીયલ એ કોઈપણ ગુડ્ઝના વહન, સંરક્ષણ અને સપોર્ટ માટે મહત્વનું કાર્ય કરે છે. અત્યાર સુધી પેકેજીંગ મટેરીયલ તરીકે લાકડા (વુડ)એ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યારબાદ પેપર-કાર્ડ, બોર્ડ, પાર્ટીકલ બોર્ડ, વિનિયર, ઓએસબી, પ્લાસ્ટીક અને સ્ટીલને ઉપયોગ થવા લાગ્યો. જો કે લાકડું આજે પણ પેકેજીંગ મટેરીયલ તરીકે પોતાની મહત્તા જાળવવામાં સફળ રહ્યું છે, કારણકે તે ઘણી બાબતોમાં અન્ય વિકલ્પોમાં સરળ, સસ્તું ફરી ઉપયોગમાં લઈ શકાય તેવું અને રિસાયકલેબલ મટેરીયલ છે. હવે ધીરે ધીરે પ્લાસ્ટીક, સ્ટીલના ઉપયોગ સાથે ફ્લેક્ષીબલ મટેરિયલની ઉપયોગિતા ભારતમાં પેકેજીંગ મટેરીયલ ઇન્ડસ્ટ્રીને જણાવા લાગી છે. આ ક્ષેત્રે દેશમાં મોટા રોકાણકારો સાથે વિદેશી રોકાણકારો પણ આકર્ષાવા લાગ્યા છે જે આ ક્ષેત્ર માટે ખૂબ મહત્વની બાબત છે. નવી ટેક્નોલોજી અને મોટા મૂડી રોકાણથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડા સાથે, વધુ ઉત્પાદન અને નિકાશને વેગ મળશે. વિશ્વના વુડ પેકેજીંગ માર્કેટમાં એશિયા-પેસિફીક રીજીયનનો હિસ્સો સૌથી વધુ (લગભગ 31 ટકા) છે.

વુડ પેકેજીંગમાં સૌથી વધુ હિસ્સો પેલેટ્સનો છે, ત્યારબાદ વુડન બોક્સ અને વુડન ડ્રમ્સનો ક્રમ આવે છે.

જો કે વુડન પેકેજીંગમાં બેક્ટેરિયા કે ઉધઈ  જેવા નુકશાનકારક પરિવહનનું જોખમ રહેલ છે તેથી પેપર બેઇઝ પેલેટ્સ, ક્રેટ્સ, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક પેલેટ્સ, સ્ટીલ રીલ્સ વિ. નો ઉપયોગ પણ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ફોર પાઇથોસેનીટરી મેજર્સ (માપદંડ) નંબર – 15 (ISPM – 15) દાખલ થતા વુડ મટેરિયલને યોગ્ય ટ્રીટમેન્ટ આપી તેને નિકાસ માટે વુડ પેકેજીંગનો ઉપયોગ થાય છે.

પેકેજીંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્વનો ફાળો ફૂડ ઇન્ડસ્ટ્રીનો છે. ત્યારબાદ ફાર્માસ્યુટિકલ, ઑટોમોટિવ, કન્સ્ટ્રક્શન અને અન્ય ઇન્ડસ્ટ્રીનો ફાળો મુખ્યત્વે છે. ગુજરાતમાં વુડન પેલેટ્સ, બોક્ષ, ડ્રમ્સ, રીલ્સ બનાવતા અને તેના પર નભતા અનેક કારખાના છે, જેનો ભારતના ઉદ્યોગમાં મહત્વનો ફાળો છે.

Related Articles

Stay Connected

3,000FansLike
20SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles