Thursday, May 2, 2024
spot_img

બજાર વ્યવસ્થા અને પ્રાઈઝ વોર

કોઈપણ વ્યાપાર-ઉદ્યોગ એ બજાર વ્યવસ્થા અને દેશના અર્થતંત્રનો એક મહત્વનો હિસ્સો છે. તેઓ એકબીજાના પૂરક છે. ઉદ્યોગ-વ્યવસાયનો પ્રત્યેક એકમનો બજાર વ્યવસ્થામાં નાનો-મોટો ફાળો હોય છે. ઉત્પાદક, વિતરક અને ગ્રાહક વચ્ચે જે પ્રકારનો મહત્વનો સંબંધ છે તેમ બજાર વ્યવસ્થામાં ડિમાન્ડ એન્ડ સપ્લાય (માંગ અને પૂરવઠા) વચ્ચે વ્યૂહાત્મક અને મજબૂત સંબંધ રહેલો છે. બજાર વ્યવસ્થામાં માંગ વધે તો ભાવ ઘટે.

માંગ અને પુરવઠાની સમતુલા સચવાઈ રહે તો બજાર વ્યવસ્થા સુચારુ રૂપે અથવા સરળતાથી ચાલે છે પરંતુ જયારે આ વ્યવસ્થા તૂટે અથવા બંને વચ્ચે અસમાનતા ઉભી થાય ત્યારે તેમાંથી કેટલાક ન ગમતા પરિણામો પણ ઉભા થાય છે. પુરવઠાની ખેંચ હોય ત્યારે તો વસ્તુના ભાવ વધે છે અને ગ્રાહકોમાં અસંતોષની લાગણી જન્મે છે પરંતુ જયારે માંગ કરતા પુરવઠો (અથવા ઉત્પાદન) વધે ત્યારે ભાવ ઘટે છે અને આ સ્થિતિ લાંબી અથવા ઉત્પાદક માટે કઠિન થાય, સ્પર્ધા અને તીવ્ર સ્પર્ધાનું વાતાવરણ ઉભું થાય ત્યારે હરીફ કંપની કરતાં વધુ બજાર હિસ્સો પ્રાપ્ત કરવા બે કે તેથી વધુ કંપનીઓ વચ્ચે પ્રાઈઝ વોર (ભાવયુદ્ધ)ના મંડાણ થતા હોય છે. કેટલીક વખત તીવ્રસ્પર્ધા વચ્ચે નવી આવતી કંપનીઓ પણ બજારમાં પગદંડો જમાવવા કિંમતમાં ઘટાડાનો આશરો લેતી હોય છે. આથી બજારમાં પ્રાઈઝવોર થતું હોય છે. જો કોઈ કંપની માટે પ્રાઈઝવોર એ વ્યૂહાત્મક, પોતાની આર્થિક સઘ્ધરતાને ધ્યાનમાં લઈ, હરીફકંપની કરતા વધુ બજાર હિસ્સો પ્રાપ્ત કરવાનું અસરકારક શસ્ત્ર હોય તો તે ફાયદાકારક નીવડી શકે છે, બજાર વ્યવસ્થા કે ગ્રાહકોને માટે પણ કેટલીક હદ સુધી ફાયદાકારક નિવડે છે. પરંતુ પ્રાઈઝ વોર કેટલી હદે અને કોના માટે ફાયદાકારક છે તે તો સમય જ કહી શકે. પ્રાઈઝ વોર એ સ્પર્ધા કે અંતિમ સ્પર્ધાનું અંતિમ પરિણામ હોઈ શકે છે. તેમાં જોડાયેલ કંપની અથવા બજાર વ્યવસ્થા માટે તે ફાયદાકારક હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. પ્રાઈઝ વોર એ થોડા સમય માટે અને વ્યૂહાત્મક રીતે લેવાયેલ નિર્ણય હોય અને તેનાથી તે કંપનીનો બજાર હિસ્સો અને નફો વધતો હોય તો જે તે કંપની માટે તે ફાયદાકારક હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. પ્રાઈઝ વોર એ થોડા સમય માટે અને વ્યૂહાત્મક રીતે લેવાયેલ નિર્ણય હોય અને તેનાથી તે કંપનીનો બજાર હિસ્સો અને નફો વધતો હોય તો જે તે કંપની માટે તે ફાયદાકારક છે, પરંતુ આનાથી વિપરીત, બજારમાં ભાવ-કાપાકાપની સ્પર્ધા, પુરા ઉદ્યોગ ક્ષેત્રની આર્થિક સ્થિતિ અને માર્કેટ વ્યવસ્થાને નુકશાન પહોંચાડતી હોય તો પ્રાઈઝ વોર એ એક નિરાશાજનક સ્થિતિ છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાના ભાગરૂપે દરેક દેશ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. માંગ અને પુરવઠા વચ્ચે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. માંગ અને પ્રુરવઠા વચ્ચે સપ્લાયની એક મજબૂત સાંકળ ઉભી થઈ છે, સાથે સાથે  બજારમાં સ્પર્ધાત્મક વાતાવરણ પણ ઉભું થયું છે જેના લાભ ગ્રાહકોને મળી રહ્યા છે. અત્યારની બજાર વ્યવસ્થા ગ્રાહકલક્ષી છે. અને ઉત્પાદક કે વિતરક કરતા ગ્રાહકના હિતો વધુ સચવાઈ રહ્યા છે. એવા ગણ્યાગાંઠ્યા વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર છે જેમાં ઉત્પાદક કંપનીની મોનોપોલી કે એકાધિકાર ચાલતો હશે. દરેક ક્ષેત્રમાં સ્પર્ધા પ્રવેશી છે. સ્પર્ધા અને તીવ્રસ્પર્ધાના વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ સ્વૈચ્છીક વ્યવસાયિક મૂલ્યો અને ગુણવત્તાના ધોરણો બાજુએ મૂકી, નફા-નુક્શાનની ગણત્રી વિના સમયની તાક અને અનિશ્ચિતતાના ત્રાજવા પર ચડાવી દેવામાં આવે છે. વધુને વધુ બજાર હિસ્સો મેળવવા, હરીફ કંપનીને આર્થિક નુકશાન પહોંચાડવા કે અંગત દ્વેષ-ભાવનાથી કોઈ કંપની જયારે પ્રાઈઝવોરના ચક્રાવે ચડે છે ત્યારે જાણે-અજાણે પણ બજાર વ્યવસ્થાને પણ હાનિ પહોંચતી હોય છે. પ્રાઈઝવોરનો હિસ્સો બનતી કેટલીક કંપનીના નિર્ણયો પોતાની મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સ્થિતિ, આયોજન બદ્ધ, જવાબદારી પૂર્ણ અને ગ્રાહકલક્ષી પણ હોય છે. કેટલીક કંપનીઓ પ્રાઈઝવોરની જગ્યાએ પોતાની પ્રોડ્કટની કિંમત ઘટાડ્યા વિના ગ્રાહકો માટે વિવિધ લાભકારી સ્કીમ કે યોજના અમલમાં મૂકતી હોય છે જેને આવકારી શકાય.

કેટલીક કંપનીઓ વધુ બજારહિસ્સો પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, પોતાની આર્થિક ક્ષમતા ભવિષ્યના આયોજન સાથે, વ્યાપારિક વ્યૂહરચનાના ભાગરૂપે, ગ્રાહક પ્રત્યેની પોતાની સમજદારી, માર્કેટના અભ્યાસ અને અનુભવથી નિયત અથવા ટૂંકા સમય માટે પ્રાઈઝવોરનો આશરો લેતી હોય છે તો તેમના નિર્ણયોને યોગ્ય ઠેરવવાના કારણો પણ તે કંપની તરફથી કે પરિણામો પરથી મળતા હોય છે. જો કે પ્રાઈઝવોરથી આર્થિક રીતે સક્ષમ અને આયોજનબદ્ધ રીતે આગળ વધનારનો જ વિજય થતો હોય છે પરંતુ નાની કંપનીઓને નુકશાન વેઠવું પડતું હોય છે. પ્રાઈઝવોરનો વિસ્તાર જો જે તે પુરા ક્ષેત્રમાં પ્રવેશે તો ચિંતાકારક અને નુકશાનકારક પણ હોય છે. આનાથી આર્થિક રીતે કે માર્કેટીંગમાં નબળી કંપનીઓ બંધ થવાનું જોખમ રહેલ છે.

પ્રાઈઝવોરમાં જોડાતી કંપનીઓ મુખ્યત્વે પોતાની પ્રોડક્ટ (અથવા સર્વિસ)ની પડતર કિંમત+નફા સાથે મૂલ્ય નિર્ધારણ કરતી હોય છે, બજારમાં પોતાની બ્રાન્ડ વેલ્યુને પણ ધ્યાનમાં લેતી હોય છે અને પોતાના નિર્ણયની કંપનીના ભવિષ્યને શું ફાયદો થશે તેનો પણ વિચાર કરતી હોય છે.

અર્થશાસ્ત્રમાં મુલ્યસંકેત (પ્રાઈઝ સિગ્નલ), એ સૂચના કે નિર્દેશ હોય છે એ ગ્રાહક અને ઉત્પાદક વચ્ચેના વિશ્વાસ, અને બ્રાન્ડ વેલ્યુના સંબંધો સ્થાપિત થયેલા હોય છે અથવા સંબંધો સ્થાપિત થતા હોય છે

જો કે પ્રાઈઝવોરમાં કોઈ કંપની જલ્દી જોડાતી નથી, તે તેનો અંતિમ નિર્ણય હોય છે, જેમાં બજારની વર્તમાનની પરિસ્થિતિ અને ભવિષ્યની વ્યૂહાત્મક નીતિનો અંદાઝ જોવા મળે છે. જો પ્રાઈઝવોર દરમ્યાન અથવા સ્પર્ધા દરમ્યાન કિંમતમાં 1 ટકાનો પણ ઘટાડો કરવામાં આવે તો નફો દશ ટકા સુધી ઘટી શકે છે.

આ નફાશક્તિ ન ઘટે તે માટે તેને માર્કેટ હિસ્સામાં નોંધપાત્ર વધારો મેળવવો પડે છે. સામાન્ય સંજોગોમાં પણ કંપની વાર્ષિક 10 ટકાનો વેચાણ વધારો કરતી હોય તો પ્રાઈઝવોર પછી તો આ વેચાણ વધારો તેથી પણ વધુ હોવો જોઈએ.

આમ તો પ્રાઈઝવોરની સ્થિતિએ કોઈપણ ઉદ્યોગ-વેપાર ક્ષેત્ર માટે હિતાવહ નથી હોતી બજાર વ્યવસ્થામાં એ ઉત્પાદક, વિતરક અને ગ્રાહક એમ ત્રણેયના હિત અને સંબંધ એકબીજા સાથે જોડાયેલા છે.

અંતમાં, છેલ્લા કેટલાક સમયથી પ્લાય, પેનલ ઉદ્યોગ ક્ષેત્રે આપણે ઉત્પાદકો તરફથી પોષણક્ષમ ભાવ વધતા ઉત્પાદનખર્ચ સામે, બજારમાં ઉત્પાદનના ભાવમાં ઘટાડો જેવા પરિણામોથી નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વુડ બેઇઝ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં પણ આવું જ સ્પર્ધાત્મક અને નિરાશાજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આ ઇન્ડસ્ટ્રી પણ પ્રાઈઝવોરમાં ન સપડાય તેવી આશા રાખીએ.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
21,600SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles